ETV BHARAT પર જુઓ સૂર્યગ્રહણની રોમાંચક ઘટના - LATEST NEWS OF Aravalli
અરવલ્લીઃ સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે. જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે. અરવલ્લીમાં 21 જૂનના રોજ આ ખગોળીય ઘટના બપોરના 12 વાગ્યાની આસ-પાસ જોવા મળી હતી. જેમાં ચતુર્થ આકારનો ચંદ્ર ધીમે-ધીમે સૂર્ય નજીક જાય છે અને થોડીવાર સૂર્યની પાછળ રહી પાછો ધીમે-ધીમે સૂર્યથી દૂર થાય છે. આમ, સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સંતાકૂકડીની આ રોમાંચક ખગોળીય ઘટનાને ETV BHARATના કેમરામાં કેદ થઇ હતી. સામાન્ય રીતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરી રીતે ચંદ્ર વડે ઢંકાઈ જાય છે. જ્યારે ખગ્રાસ અને કોણીય ગ્રહણમાં સૂર્યનો માત્ર અમુક ભાગ જ ઢંકાય છે.