ગોંડલમાં તસ્કરોએ બેફામ, બંધ મકાનને નિશાન બનાવી 1.15 લાખની કરી ચોરી
રાજકોટ: જિલ્લાના ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ રૈયાણી નગરમાં મંગળવાર રાત્રે તસ્કરોએ મુકેશભાઈ ભીખુભાઈ મારડિયાના બંધ મકાનને નિશાન બનાવી ઘરના તાળા તોડી કબાટની રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 35 હજાર મળી કુલ રૂપિયા 11,5,253ના મુદ્દામાલની ચોરી કરી હતી. મકાન માલિકે સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસના ચક્રોગતિમાન કર્યાં હતા. તસ્કરોએ મુકેશભાઈ ઉપરાંત અન્ય 2 મકાનને પણ નિશાન બનાવ્યા હતા. પોલીસ દ્વારા મકાન માલિકને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક ચોરીઓ ગોંડલમાં થઈ છે. પણ તપાસ માત્ર કાગળ પર જ જોવા મળી છે.