ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં રેસ્ક્યુ કરાયેલા સિંહમાંથી 6 સિંહને મુક્ત કરાયા - સિહ
અમરેલી : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહના મોતને લઈને વનવિભાગ શંકાના ઘેરામાં આવી રહ્યું હતું. કેટલાક સિંહના મોત થયા હતા તથા તેમના PM રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ સિંહના મોતને લઈને છેલ્લા કેટલાક દિવસથી ખાંભા, તુલસીશ્યામ અને જસાધારમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધામા નાખવામાં આવ્યા છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રેસ્ક્યુ કરાયેલા ૧૩ સિંહોને ઓબ્ઝરવેશન હેઠળ રાખવમાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી રહી હતી. તેમાંથી ૬ સિંહોને મુક્ત કરાયા હતા. જેનો વીડિયો વનવિભાગે જાહેર કર્યો હતો.