સુરેન્દ્રનગરઃ ગુનાઓ આચરતી ગેંગના 6 શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરાઈ - LCB Police
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઇ.જી સહિત જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB પોલીસે 6 શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી હતી. હત્યા, સામુહિક દુષ્કર્મ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લૂંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુનાઓ આચરતી ગેંગના 6 શખ્સો સામે પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.