ભારે વરસાદથી ખંભાળિયા નજીક આવેલા સિંહણ ડેમ ઓવરફ્લો, જુઓ Video - સિંહણ ડેમ
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ખંભાળિયા નજીક આવેલો સિંહણ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ખંભાળિયા તાલુકાના 10 ગામોને પીવાનું પાણી સિંહણ ડેમ પુરુ પાડે છે. સિંહણ, સલાયા, વાડીનાર સહિત ગામોમાં પીવાનું પાણી પૂરું પાડે છે. સિંહણ ડેમ ઓવરફ્લો થતા સિંહણ ગામના લોકોમાં ખુશી જોવા મળી હતી. ડેમ ઓવરફ્લો થતા ખંભાળીયા તાલુકાની આવતા વર્ષની પાણી સમસ્યા દુર થઇ છે.