પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કિસાન સેનની ઓફિસ પર પ્રેસ કોન્ફરન્સ યોજી - Shankarsinh Vaghela
છોટા ઉદેપુરઃ શનિવારે બપોરે 03 કલાકે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા જીંદલ કોમ્પ્લેક્સમાં આવી પહોંચ્યા હતા અને કિસાન સેનાના સભ્યો સાથે બેઠક કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં જણાવ્યું કે, ભાજપ દ્વારા કોરોનાની મહામારીમાં પણ ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યું છે. ધારાસભ્યોની આબરૂ ઢોર બજાર કરતા પણ વધારે ખરાબ થઈ ગઈ છે. તેમજ પાર્ટીમાં રહીને અંદરો-અંદર સડયંત્રો કરવાનું યોગ્ય નથી, મેં કયારેય આવું નથી કર્યું. તેમજ કોરોના બાબતે પણ ભાજપ સરકાર પર અનેક ચાબખા માર્યા હતા.