રાજકોટમાં કોર્પોરેટરના સાળાના લગ્ન રજવાડી રીતભાતથી કરવામાં આવ્યા - ન્યુઝ ઓફ રાજકોટ
રાજકોટ: શહેરના વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર વિજય વાંકના સાળા અર્જુન સબાડના લગ્ન રજવાડી રીતભાતથી કરવામાં આવ્યા હતા. વરરાજાને હાથી પર સવાર કરવામાં આવ્યો હતા. જ્યારે જાન દરમિયાન 20 ઘોડા સાથે બગ્ગીઓ, ગાડું, ઊંટ સહિત વિન્ટેજ કાર પણ જોવા મળી હતી. આ સાથે જ મહિલાઓએ પોતાના સમાજના પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. રજવાડી રીતે જાન શહેરમાં નીકળી હોવાના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી.