વડાપ્રધાન મોદીની જીવન યાત્રા સંદર્ભે હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું સંબોધન - સેવા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે સેવા સાપ્તાહ અંતર્ગત ભાજપ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના નામાંકિત હાસ્ય કલાકાર સહિત લેખક, લોકસાહિત્યકાર અને શિક્ષક જેવી અનેક ખૂબીઓ ધરાવાતા શાહબુદ્દીન રાઠોડ દ્વારા વડાપ્રધાન મોદીજીની જીવન યાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું. સેવા સાપ્તાહ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જીવન યાત્રા વિષય પર આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુલ રેલીને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકસાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે સંબોધન કર્યું હતું.