ભરૂચ જિલ્લામાં વધુ 7 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી - જયાબહેન મોદી હોસ્પિટલ
ભરૂચઃ જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ દર્દીઓનો રીકવરી રેટ પણ સારો છે. અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ વધુ 7 દર્દી સાજા થયા છે. જેઓને શનિવારના રોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે રવાના કર્યા હતા.