નડિયાદમાં કોલેજોની વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન - KHD
ખેડાઃ જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે વિશેષ સ્વરક્ષણ તાલીમ તથા એન્ટી રેગિંગ એક્ટની જાણકારી માટેનો કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા PSI તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને વિશેષ લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવી સ્વરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી હતી. તેમજ એન્ટી રેગિંગ એક્ટ અંગેની સંપૂર્ણ માહિતી અને જાણકારી આપવામાં આવી હતી.