ભરુચના આંકલવા ગામની શાળા કેમ બની દેશની નંબર વન ગ્રીન સ્કુલ! - green school in the country
ભરુચ: શહેરના હાંસોટ તાલુકાના ગામની એક એવી સરકારી શાળા છે જેને દેશની નંબર વન હરિયાળી શાળા તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે. કુદરતી સ્ત્રોતના ઉપયોગ સાથે સમુદ્ર કાંઠાની ખારપાટની જમીન ઉપર , જળસંચયથી લઈ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટ સાથે એક યુવાન શિક્ષકે સરકારી શાળાને હરિયાળી શાળામાં પરિવર્તિત કરી છે.