કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા, આરોપીની ધરપકડ કરવા અનુસૂચિત જાતિનું કલેક્ટરને આવેદનપત્ર - જામનગર અનુસૂચિત જાતિનું કલેક્ટરને આવેદનપત્ર
જામનગરઃ કચ્છના રાપરમાં ધોળા દિવસે વકીલની હત્યા કરવામાં આવી છે. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, ત્યારે જામનગર અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ અનુસુચૂતિચ જાતિ દ્વારા વકીલના પરિવારને રાજ્ય સરકાર આર્થિક સહાય ચૂકવવાની પણ માગ કરવામાં આવી છે.