સયાજી હોસ્પિટલની મ્યુઝિક થેરાપીને મળ્યો સારો પ્રતિસાદ, વધોડીયાના 75 વર્ષીય દર્દી થયા ખુશ - સયાજી હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી
વડોદરા: વાઘોડિયાના 75 વર્ષની ઉંમરના રમેશચંદ્ર આર્ય કોરોના સંક્રમિત છે અને હાલમાં સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં છે. તે સયાજી હોસ્પિટલમી મ્યુઝીક થેરાપીથી સારવારથી ખૂબ ખુશી અનુભવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં તબીબી સારવારની સાથે દર્દીઓની ઝડપી સ્વસ્થ કરવા માટે મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે. જેનાથી દર્દીઓની ખુશી અને તાજગીમાં વધારો થાય છે. આ અંગે સયાજી હોસ્પિટલના કોવિડ સારવારના નોડલ અધિકારી ડૉ.ઓ.બી.બેલિમે જણાવ્યું કે, નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે કોરોના દર્દીઓને તબીબી સારવાર, ભોજન, અલ્પાહારની સુવિધાઓ આપવામાં આવે છે. જેની સાથે દર્દીઓ રાહત અને હળવાશ અનુભવે છે. આ ઉપરાંત દર્દીઓનું મન પ્રફુલ્લિત રહે તે માટે યોગ-કસરત, રમતો રમાડવી, લાફીંગ અને હવે મ્યુઝિક થેરાપીની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના સારા પરિણામો મળવાનો વિશ્વાસ છે.