જુઓ સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર ડ્રોનની નજરે - Today News
અમરેલીઃ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તુલસીશ્યામ તીર્થ ધામ મંદિરના ડ્રોનથી લીધેલા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાની જંગલ બોડર વચ્ચે આવેલા શ્રીશ્યામ ભગવાનનું મંદિર હાલ કોરોના મહામારીના કારણે બંધ છે પરંતુ, લીલા છમ જંગલ વચ્ચે તુલસીશ્યામ મંદિર અને ચારે તરફ સિંહોની ડણક અને મોર જેવા પક્ષીનો કિકયારો બોલતો હોય છે. ડુંગર પર રુક્મિણી માતાજીનું મંદિર અને નીચે ભગવાન શ્રીશ્યામનું મંદિરના જંગલમાં બિરાજમાન છે પ્રથમ વખત ડ્રોનના દ્રશ્યો આજે સામે આવ્યા છે જંગલ જાણે સોળેકળાએ ખીલ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.