સરદાર સરોવર નર્મદા ડેમ 136 મીટર સાથે ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો - Narmada Dam
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે ડેમ ઐતિહાસિક સપાટી પાર કરી ગયો છે. સૌ પ્રથમવાર નર્મદા ડેમે 136 મીટરની સપાટી પાર કરી છે, ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4,25,289 ક્યુસેક પાણીના ઇનફલો સામે 2,20,819 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. તા. ૯ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ વખત ખોલાયા હતાં.