સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, ડેમની સપાટી 138.60 મીટરે પહોંચી
નર્મદા: રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ફરીથી જળસપાટીમાં વધારો થયો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 138.60 મીટર નોંધાઇ હતી. પાણીની આવક 9799 ક્યૂસેક છે. જ્યારે પાણીની જાવક 11,692 ક્યૂસેક છે. તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં વરસાદ થતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના કારણે હાલ રિવરબેડ પાવર હાઉસનો 1 ટર્બાઇન ચાલુ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસનું 1 ટર્બાઇન ચાલુ છે. હાલ ડેમના ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના વીજઉત્પાદન કરતા 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી વધતા ડેમના 5 ગેટ પણ ખોલવામાં આવ્યા છે.