સંતરામપુરના ધારાસભ્યની જીભ લપસી - MLA kuber dindor
મહિસાગરઃ સંતરામપુરમાં ગાંધી જયંતી નિમિત્તે આયોજિત રેલીમાં ધારાસભ્ય કુબેર ડીંડોરની જીભ લપસી હતી. સરદાર પટેલની પ્રતિમા પાસે હજારો બાળકોની સામે પ્લાસ્ટિક મુક્તની જગ્યાએ "ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈ" સૂત્રનો પોકાર આપી દીધો હતો, જો કે લોકો સમજે તે પહેલા પોતાની ભૂલ સુધારી પ્લાસ્ટિક મુકતના નારો બોલવા લાગ્યા હતા. પરંતું કેટલાક બાળકોએ આ ભૂલની નોંધ લીધી હતી. તેમજ તેમની આ ભૂલ લોકોના કેમેરામાં વીડિયો સ્વરૂપે રૅકૉર્ડ પણ થઈ છે. જૂઓ વાયરલ થયેલો વીડિયો...