ગુજરાત

gujarat

મોરબી માળિયાના રૂલીયા વિસ્તારમાં નદીમાંથી રેતી ચોરી ઝડપાઇ

By

Published : Dec 4, 2019, 11:31 PM IST

મોરબી: માળિયાના રૂલીયા વિસ્તારમાં નદીમાંથી રેતી ખનીજનું રોયલ્ટી કે, માઈન્સ વગર ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ માળિયાના મામલતદાર નીનામાને મળી હતી. તેમણે સ્થળ પર દરોડો પાડીને નદીમાંથી રેતી ચોરી કરવા માટે રાખેલ આશરે 300 ફૂટ લાંબી પાઈપ, 26 બેરલ, 2 હિટાચી મશીન અને લાકડાનું હુડ્કું મળી આવતા અજાણ્યા શખ્સોએ મહેસુલ અધિનિયમ 1879 તથા ગુજરાત ગૌણ ખનીજ નિયમ 1956 અને મિનરલ્સ કન્સેશન રૂલ્સ 1960નો ભંગ કરતા તમામ મુદામાલ જપ્ત કરી માળિયા પોલીસને સોપવામાં આવ્યો હતો. તેમજ ખનીજ વિભાગને પણ માળિયા મામલતદાર દ્વારા જાણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details