સાધુ-સંતોએ પણ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈને કર્યુ મતદાન - Voting
અમદાવાદઃ લોકશાહીના મહાપર્વમાં અનેક લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ સંગઠન અને સંપ્રદાયો દ્વારા પણ મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મણિનગર ખાતેના કુમકુમ મંદિરના સંતો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ. સ્વામિનારાયણ મંદિર કુમકુમના મહંત શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સંતોએ મતદાન કર્યું હતું.