અરવલ્લીઃ મોડાસામાં શહીદોની યાદમાં રન ફોર યૂનિટીનું આયોજન કરાયું - Aravalli District Police
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં જિલ્લા પોલીસ દ્વારા રવિવારે વહેલી સવારે રન ફોર યૂનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના સાંઇ મંદિરથી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે મેરેથોનને ફ્લેગ ઑફ કરીને દોડની શરૂઆત કરાવી હતી. મોડાસા ખાતે યોજાયેલી રન ફોર યૂનિટીમાં જિલ્લા પોલીસના જવાનો તેમજ શહેરીજનો જોડાયા હતા. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અને પોલીસના જવાનની તંદુરસ્તી જળવાઇ રહે તે હેતુથી રન ફૉર યૂનિટીનું આયોજન કરાયું હતું.