સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે સંઘપ્રદેશમાં રન ફોર યુનિટીનું આયોજન - દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સરદારની તસ્વીર પર ફુલહાર
સેલવાસઃ આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે ત્યારે સમગ્ર દેશની સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં કલેકટર સંદીપ સિંહ અને દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સરદારની તસ્વીર પર ફુલહાર ચડાવી, એકતાના શપથ લેવડાવ્યા હતાં. જે બાદ ઉપસ્થિત રન ફોર યુનિટીના દોડવીરોને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલી આ દોડમાં પ્રશાસનીક અધિકારીઓ, રાજકીય આગેવાનો, શહેરીજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. પ્રસ્થાન પામેલ દૌડ રેલી મૂળ સ્થાન પર પરત ફર્યા બાદ તમામે હવામાં ફુગ્ગા છોડી એકતાનો સંદેશો પાઠવ્યો હતો.