રેલ્વે સ્ટેશન ઉડાવી દેવાની ધમકી, દાહોદ રેલવે સ્ટેશન પર RPF દ્વારા સઘન ચેકિંગ કરાયું - RPF દ્વારા સઘન ચેકિંગ
દાહોદઃ આંતકી સંગઠન દ્રારા 11 રાજ્યોના રેલવે સ્ટેશનો અને કેટલાક મંદિરોને ફૂંકી મારવાના ધમકી ભરયો પત્ર મળવાથી રેલવે વિભાગ દ્રારા આખા વિસ્તારને હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવ્યો છે. રતલામ મંડળના આદેશોનુસાર ગુજરાતનો પ્રવેશદ્વાર દાહોદ સ્ટેશનને RPF અને GRP પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રેનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું.