નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ વચ્ચે સાતપુડા ડુંગરથી વિંધ્યાચળ પર પ્રવાસીઓ જોઈ શકાશે આકાશી નજારો - sky view from Satpuda
નર્મદાઃ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ વચ્ચે સાતપુડા ડુંગરથી વિંધ્યાચળ પર આકાશી નજારો જોઈ શકાય અને એક બાજુથી બીજી બાજુ રોપવેથી પ્રવાસીઓ નજારો માણી શકે એવો એક અંદાજીત રૂપિયા 60 કરોડના પ્રોજેકટને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે. 2014માં નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાને વિચાર આવ્યો હતો. તેમને બે વિદ્યાર્થિનીઓ ભૂમિકા વસાવા અને ઇકિત્સા વસાવાને સમજાવી એક પ્રોજેકટ તૈયાર કર્યો છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં રાષ્ટ્રીય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નર્મદાના આ પ્રોજેક્ટે ધૂમ મચાવી છે. જો કે, હવે સરકારને પણ આ વિચાર આવ્યો અને તેમને આ રોપવે પ્રોજેક્ટ બનાવવાની દરખાસ્ત મૂકી ડિઝાઇન તૈયાર કરાવી છે.