છોટાઉદેપુરમાં જીપનો ગમખ્વાર અકસ્માત, 2 ના મોત - છોટાઉદેપુરમાં જીપનો ગમ્ખવાર અકસ્માત,2 ના મોત
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં જીપનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે.મળતી માહીતી મુજબ, છોટાઉદેપુરમાં બોડેલી નજીક કેનાલના સર્વિસ રોડ ઉપર ક્રુઝર જીપનો ગોઝારો અકસ્માત થયો છે. આ જીપમાં 25 લોકો સવાર હતા જેમાં 2 બાળકો પણ સમાલે હતા.જીપ જ્યારે મધ્યપ્રદેશના પીપરાથી ગોંડલ જઇ રહી હતી તે દજરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.જીપ ઉપર બેઠેલા બે લોકો સર્વિસ રોડ બેરિયરની એંગલ સાથે ભટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતાની સાથે જ છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.
Last Updated : Nov 2, 2019, 8:52 AM IST