જાણો આદિવાસીમાં પ્રચલિત જમણેથી ડાબે ફરતી ઘડિયાળ પાછળના તર્ક વિશે... - આદિવાસી ઘડિયાલ
વસારી: કુદરતના ખોળે વસેલો આદિવાસી સમાજ આજે પણ પોતાની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે. પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજ પ્રકૃતિમાંથી જ પ્રેરણા લે છે અને પ્રકૃતિના નિયમોને આજે પણ પાળવા માટેના પ્રયત્નો કરે છે. આધુનિકતાની દોડમાં પોતાની રુઢીગત પરંપરાઓને પુરી નિષ્ઠા સાથે વળગી રહેલા આદિવાસીઓનાં સાંસ્કૃતિક વારસાને જાણીએ. છેલ્લા થોડાક વર્ષોમાં આદિવાસીઓમાં ઝડપથી પ્રચલિત થયેલી આદિવાસી ઘડિયાળ અને તેના નિર્માણ પાછળનો તર્ક પણ કુદરત સાથે જ જોડાયેલો છે. સામાન્ય પ્રમાણે ઘડિયાળ ડાબેથી જમણે ફરે છે. ત્યારે આદિવાસી સમાજની ઘડિયાળ ફરે છે.