માંગરોળના નવા બસ સ્ટેશન નજીક રીક્ષામાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી - પ્યાગો પેસેન્જર રીક્ષા
જૂનાગઢ: માંગરોળમાં ગુરૂવારે સવારે નવેક વાગ્યા આસપાસ એક પ્યાગો પેસેન્જર રીક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે આ રીક્ષામાં કોઇ પેસેન્જર ન હોવાથી કોઇ જાનહાની થઈ નથી. આજે આ રીક્ષા માંગરોળ નવા બસ સ્ટેશનની બાજુમાં કેશોદ જવા માટે પેસેન્જરની રાહમાં ઉભી હતી, ત્યારે અચાનક આગ લાગતાં લોકોના ટોળા એકઠા થયા હતાં. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંગરોળથી કેશોદ જવા માટે 25 કીલોમીટરના અંતરમાં આવા પ્યાગો પેસેન્જર રીક્ષાઓ ચાલે છે, અને રોજ હજારોની સંખ્યામાં લોકો આવન જાવન કરી રહ્યાં છે, ત્યારે આવી રીક્ષામાં આગ લાગતાં હવે લોકોને પણ ડર લાગી રહ્યો છે.