વડોદરામાં કેમિકલનો છંટકાવ કરનારા ફાયર કર્મીઓને કેમિકલનું રીએક્શન, કર્મીઓ સેફ્ટીના સાધનોથી વંચિત - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
વડોદરાઃ કોરોના વાઈરસને કારણે ફાયર બ્રિગેડના 60થી વધુ જવાનોએ 12 વોટર બાઉઝરની મદદથી વિવિધ વિસ્તારોમાં સોડિયમ હાપોક્લોરાઈટ કેમિકલ મિશ્રિત પાણીનો છંટકાવ શરૂ કર્યો છે, પરંતુ ફાયર બ્રિગેડના એક પણ જવાનને કોર્પોરેશને સેફ્ટી શૂઝ અથવા તો સેફ્ટી માટેના કોઇ સાધનો આપ્યાં નથી. જેથી ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે આ કામગીરી કરી રહ્યાં છે. જેના કારણે ગાજરાવાડીનો એક ફાયર મેન, ટીપી-13ના ચાર ફાયરમેન, પાણીગેટના 2 અને દાંડિયાબજારના 3 ફાયરમેનને કેમિકલનું રીએક્શન આવ્યું છે.