સરસપુરમાં મામેરૂં થયું, પ્રેમ દરવાજાએ ઝરમર વરસાદ વરસ્યો ! - Gujarat
અમદાવાદઃ ભગવાનના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા ત્યાં ત્રણેય ભાઈ-બહેનનું મામેરું કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ભગવાન નિજ મંદિર તરફ રવાના થયા હતા. આ દરમિયાન પ્રેમ દરવાજાએ ઝરમર વરસાદ વરસ્યો હતો.અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે.આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી.મંગળા આરતી બાદ નગરચર્યાએ નીકળેલા જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમનો રથ એક હજાર ખલાસીઓ ખેંચી રહ્યા છે. ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં, બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' અને ભાઈ બલભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. મામેરા બાદ ભગવાનને વિદાય, કાલુપુર જવા માટે રથ રવાના થયા.દરિયાપુર પહોંચ્યા ગજરાજ, પ્રેમ દરવાજામાં મુસ્લિમ બિરાદરો કરશે રથનું સ્વાગત.