ખેડાની ઠાસરા APMCની ચૂંટણીમાં રામસિંહ પરમાર પ્રેરિત પેનલનો વિજય - Kheda news
ખેડાઃ ઠાસરા APMCની યોજાયેલી ચૂંટણીમાં અમૂલ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમાર પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો હતો. ઠાસરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેની મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં યોગેન્દ્રસિંહની આગેવાનીમાં APMCની તમામ 14 બેઠકો જીતતા ઇતિહાસ રચાયો હતો. ઠાસરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન કમલેશભાઈ શાહના વેપારી પેનલમાં સૌથી વધુ 167 વોટ સાથે વિજય થયો હતો. ખરીદ વેચાણ મંડળી વિભાગમાંમાં કુલ 4 ઉમેદવાર ખેડૂતમાં કુલ 17 ઉમેદવારો અને વેપારી વિભાગમાં કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 19 વોટ રદ થયા હતા. ઠાસરા APMC માર્કેટયાર્ડની રસાકસી ભરી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો કારમો પરાજય થયો છે.