કથાકાર રમેશભાઈ ઓઝાએ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પાઠવી શુભેચ્છા - PORBANDAR NEWS
પોરબંદર: આજે સુદામાના સખા શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. જન્માષ્ટમી નિમિત્તે સૌ લોકોનું જીવન કૃષ્ણમય બની રહે અને હર્ષોઉલ્લાસ સાથે લોકો આનંદમય રહે તેવી શુભેચ્છા પોરબંદર સાંદીપની આશ્રમના સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઇ ઓઝાએ પાઠવી હતી. આ ઉપરાંત આજે સાંદિપની આશ્રમ ખાતે કથાકાર રમેશભાઇ ઓઝા દ્વારા પોરબંદર સાંદીપની આશ્રમના પથ નિર્માણનું ભૂમિ પૂજન શાસ્ત્રો વિધિસર ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર કરી કરાયું હતું. આ ઉપરાંત યંત્ર પૂજન અને વિશ્વકર્મા પૂજન પણ કરાયું હતું.