ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટની સોની બજાર બંધ - Rajkot Latets news
રાજકોટઃ ગુજરાતમાં સોમવારથી ટ્રાફિકના નવા નિયોમનો અમલ થયો છે, ત્યારે રાજકોટમાં સવારથી જ પોલીસ તંત્ર દ્વારા ચોકે ચોકે શહેરીજનોને ટ્રાફિકના નવા નિયોમનો અમલ કરવા માટે ખડેપગે જોવા મળી હતી. તો બીજી તરફ ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટના કેટલાક વેપારીઓએ સજ્જડ બંધ પણ પાડ્યો હતો. શહેરની સોની બજાર, પેલેસ રોડ સહિતના વેપારીઓએ નવા નિયમોના વિરોધમાં બંધ પાડીને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ટ્રાફિકના નવા નિયમો બાદ દંડની રકમમાં વધારો કરવામાં આવતા જાગૃત એકતા મંચ સહિતની સામાજિક સંસ્થા દ્વારા ઠેર ઠેર ધરણાં અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.