ત્રિપલ તલાકના નવા કાયદા હેઠળ રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો - ત્રિપલ તલાક મામલે નવા કાયદા બાદ રાજકોટમાં ગુન્હો
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ત્રિપલ તલાક મામલે નવા કાયદો અમલમાં મુકાયો છે. ત્યારે આ નવા ત્રિપલ તલાકના કાયદા બાદ પ્રથમ કહી શકાય એવો ત્રિપલ તલકનો કેસ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં સલમાબેન અલ્તાફ ભાઈ નકાણી નામની મુસ્લિમ મહિલાએ પોતાના પતિ વિરુધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે,તેના મોટાભાઈ અને ભાભીની હાજરીમાં પતિ અલ્તાફે ઘરે આવીને ત્રણ વાર તલાક બોલીને તલાક આપ્યા હતા. જે તાજેતરમાં જ નવા કાયદા મુજબ ગુનો બનતો હોવાના કારણે રાજકોટની ભક્તિનગર પોલીસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે. તેમજ આરોપી પતિની શોધખોળ હાથધરી છે.