ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરતા ઈસમો ઝડપાયા - ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપવાની લાલચ આપી ઓનલાઈન છેતરપીંડી

By

Published : Oct 14, 2019, 10:05 PM IST

રાજકોટ: સોશિયલ મીડિયામાં સસ્તા ભાવે ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપવાની લાલચ આપી ઓનલાઈન છેતરપીંડી કરતા ઇસમોની રાજકોટ સાયબર પોલીસે ધરપકડ કરી છે. આ ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી આપવાના બહાને સામે વાળી વ્યક્તિને વિશ્વાસમાં લેતા હતા. ત્યારબાદ ઓનલાઈન એડવાન્સ પેમેન્ટ મેળવતા હતા અને ગ્રાહકોને તેની મનગમતી વસ્તુઓની ડિલિવરી આપતા ન હતા.આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે.દિવેન ચાવડા અને નિપુણ ઠક્કર નામના બન્ને આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ જેટલા મોબાઈલ અને 40 હજારથી વધુની રોકડ કબ્જે કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details