રાજકોટ: સમઢીયાળાની કેનાલમાં રહેલા મગરને સ્થાનિકો અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂ કરાયો - ચાંપરાજપુર ગામ
રાજકોટ : જેતપુરના ચાંપરાજપુર ગામે સમઢીયાળા રોડ પર આવેલી કેનાલમાં શનિવાર સવારે એક મધ્યમ કદની મગર જોવા મળ્યો હતો. આસપાસના ખેડૂતો દ્વારા પાણીમાં મગર જોતા સ્થાનિક વન વિભાગને જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન અધિકારીઓનો સંપર્ક ન થતા નગરપાલિકાની ફાયર ટીમ તેમજ સ્થાનિકો દ્વારા મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે વન વિભાગના કર્મચારી માત્ર વીડિયો ઉતારીને મજા લઈ રહ્યા હતા. જેતપુર વન વિભાગના અધિકારીઓ રજા પર હોય અથવા કર્મચારીઓ મગરનું રેસ્ક્યૂ કરવામાં ડરી રહ્યા હોય તેમ મગરને માત્ર જોઈ રહ્યા હતા. તે સમયે સ્થાનિક લોકોએ હિંમત કરી ફાયર ટીમ સાથે મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવામાં આવી હતી.