દસ્તાવેજ નોંધણી માટેનો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ શેડ્યુલર પરિપત્ર રદ કરવાની રાજકોટના વકીલોની માંગ - ઓનલાઈન એપોઇન્ટમેન્ટ શેડ્યુલર પરિપત્ર
રાજકોટ: નોંધણી સર નિરીક્ષક ગાંધીનગર દ્વારા 04/07/ 2020ના પરિપત્ર મુજબ દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન એપોઇન્મેન્ટ શેડ્યુલર સબંધી જે પરિપત્ર કરવામાં આવ્યો છે. તે પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવા માટે આજે રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે વકીલો દ્વારા વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા જોરદાર સૂત્રોચ્ચાર કરીને આ પરિપત્રની હોળી કરવામાં આવી હતી. તેમજ પરિપત્ર રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી.