રાજકોટ પંથકમાં વહેલી સવારથી જ ઝાકળ વર્ષા - રાજકોટ વરસાદ
રાજકોટઃ છેલ્લા ઘણાં સમયથી વરસતા મેઘરાજાના ખમૈયા બાદ રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે વહેલી સવારથી જ ઝાકળ વર્ષા જોવા મળી હતી. ઝાકળ વર્ષાને લઈને માર્ગો ઉપર વાહન ચાલકોને વાહનો ચલાવવામાં પણ મુશ્કેલીઓ પડી હતી. તો બીજી તરફ વરસાદના વિરામ બાદ કપાસ, મગફળી, અડદ, મગ, તલી પાકોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલી નુકસાની બાદ આજે ઝાકળ વર્ષાને લઈને કપાસના પાકમાં વ્યાપક પ્રમાણમાં ફાલ ખરતો જોવા મળ્યો હતો. જેમને કારણે ખેડૂતોને પડ્યાં ઉપર પાટું જેવો માહોલ સર્જાવાની સાથે ખેડૂતોને વ્યાપક નુકસાની થતી જોવાં મળી હતી.