હાથરસ સામુહિક દુષ્કર્મ મામલે રાજકોટ દલિત સમાજે કર્યો વિરોધ, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
રાજકોટઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની યુવતી સાથે થયેલી સામુહિક દુષ્કર્મની ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ દલિત સમાજના આગેવાનોએ શહેરના ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દલિત સમાજની માગ હતી કે, સામુહિક દુષ્કર્મના આરોપીઓને ફાંસી આપવામાં આવે, આ સાથે જ દલિત સમાજ દ્વારા યોગી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જો કે, મામલો વધુ બગડે નહીં તે માટે પોલીસે આ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.