રાજકોટ કોંગ્રેસને ધરણાની મંજૂરી ન મળતા મનપા કચેરી બહાર બોલાવી રામધૂન - rajkot health department
રાજકોટઃ શહેરમાં રોગચાળો બેકાબુ બનતા દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી મહાનગરપાલિકામાં શહેર કોંગ્રેસ દ્વારા એક દિવસના ધરણાંનું અયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસને મનપામાં ધરણાં કરવાની મંજૂરી મળી નહોતી. જે કારણે શહેર કોંગ્રેસ દ્વારા હાથમાં બેનરો લઈને મનપા કચેરી બહાર જ રામધૂન બોલાવવામાં આવી હતી. જો કે, મામલો વધુ ગરમાય તે પહેલાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.