કેન્દ્ર સરકારે જાહેર કરેલા વિશેષ પેકેજ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા
રાજકોટ: ભારતમાં કોરોના વાઇરસના હાહાકારને કારણે ઘણી આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ છે. જેને લઈને ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજને લઈને બુધવારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્માલા રમણ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં વિશેષ પેકેજમાંથી કયા સેક્ટરને કેટલા નાણાં આપવામાં આવ્યા છે, તે અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને દેશના MSME સેક્ટર માટે ગેરંટી વગરની લોન સાથે વ્યાજમાં માફી તેમજ નાના કર્મચારીઓ માટે PFમાં રાહત જેવી જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો જ ફાયદો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને થશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગુરુવારથી નાના અને મધ્યમ ઉદ્યોગોને શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને ETV BHARAT સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય રાજુ જુંજાએ ખાસ વાતચીત કરી હતી.
Last Updated : May 13, 2020, 8:39 PM IST