મેઘમહેરથી પાવાગઢ પર્વતે ઓઢી લીલી ચાદર - gujarati news
પંચમહાલઃ જિલ્લામાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેથી ધરતીપુત્રોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વરસાદની મોસમમાં પંચમહાલના જાંબુઘોડા અને પાવાગઢમાં વનરાઈ માણવા દુરદુરથી લોકો આવતા હોય છે. ખાસ કરીને પાવાગઢ પર્વતે જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ લીલુડો થઈ ગયો છે અને ડુંગર પરથી ખળ ખળ પાણીના વ્હેણ ધોધ સ્વરૂપે વહી રહ્યા છે. જેથી પ્રકૃતિ પ્રેમીઓ ધોધની મજા માણી અને સેલ્ફીઓ લેતા થાકતા નથી અને ડુંગર ઉપરથી પસાર થતા વાદળો અલહાદક દ્રશ્યો સર્જે છે.