ખેડા જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ - ડાકોર
ખેડા:જિલ્લામાં સવારથી વાતાવરણમાં બદલાવ આવતાં વરસાદી વાતાવરણ સર્જાયુ છે.જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદનાં ઝાપટા આવ્યાં હતા.યાત્રાધામ ડાકોરમાં વરસાદ થતાં મંદિર બહાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેને લઇ ભાવિકો પાણીમાં થઇ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે.વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી.લોકોને ઉકળાટથી રાહત મળી હતી.તો વરસાદ થતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.