ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાંગના આહવામાં હળવો વરસાદ થતાં, વાતાવરણમાં ઠંડક - આહવા

By

Published : Aug 27, 2019, 3:17 AM IST

Updated : Aug 27, 2019, 6:59 AM IST

ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવામાં વાદળછાયું વાતાવરણ રહેતા ઝરમર વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક છવાઈ ગઈ હતી. વરસાદ શરૂ થતાં જ વીજળી ડૂલ થઈ જવા પામી હતી. શ્રાવણ માસમાં ધોધમાર સ્વરૂપે વરસાદ વરસાદ ડાંગ જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હાલ ડાંગ જિલ્લાનું જનજીવન થાળે પડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો અનુભવ કરી રહેલા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. રાજયમાં ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણમાં આવેલ ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ વરસી હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહતનો અનુભવ થયો હતો.
Last Updated : Aug 27, 2019, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details