જૂનાગઢ જિલ્લાના રસ્તાઓ પર વરસાદના પાણીની રેલમ છેલ
જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો અને આસપાસના વિસ્તારોમાં મધ્યમ કહી શકાય તે પ્રકારનું વરસાદી ઝાપટું પડતાં શહેરમાં ઠંડક પ્રસરી હતી અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી તે મુજબ શહેરમાં અચાનક વરસાદ પડ્યો છે. વરસાદ હવે ચિંતાનો વરસાદ હોય તેવું આપણે ચોક્કસ કહી શકે એક તરફ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. તેવા સમયે વરસાદી વાતાવરણ ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યું છે તો સાથે સાથે ખાસ કરીને મગફળીનો જે તૈયાર પાક છે તેને આ વરસાદ હવે મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે.