મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી - વરસાદ સમાચાર
મહેસાણા: જિલ્લામાં મોડી સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યાં બીજી તરફ કડી અને મહેસાણામાં વધુ વરસાદને પગલે રસ્તા ગરનાળા પાણીથી ભરાઇ ગયા હતા. વરસાદના કારણે થોળ રોડ પર આવેલ ગરનાળામાં પાણી ભરાઇ ગયું હતું. જેમાં 2 ટ્રક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવતા ટ્રકમાં સવાર બે ડ્રાઈવરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આમ મહત્વનું છે કે, જિલ્લામાં વરસાદે લાંબા વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.