ભાવનગરમાં આરોગ્ય વિભાગના રેસ્ટોરન્ટમાં દરોડા, અખાદ્ય જથ્થાનો કરાયો નાશ - Bhavnagar Mpani team conducted a check
ભાવનગરઃ સરકારના નવા નિયમ મુજબ હવે કોઈ પણ હોટલ અને રેસ્ટોરન્ટના રસોડામાં લોકો પ્રવેશ મેળવી શકશે. નવા નિયમની સાથે જ ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા શહેરની રેસ્ટોરન્ટ અને હોટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં અખાદ્ય જથ્થો મળતા તેનો નાશ કરાયો હતો. ભાવનગર મનપાની ટીમે શહેરામાં 15 જેટલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરીને અખાદ્ય પદાર્થ મળી આવતા આશરે 5 જેટલા રેસ્ટોરન્ટ માલિકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.