ગુજરાત

gujarat

રાધનપુર પેટા ચૂંટણી: મત ગણતરી શરૂ, જૂઓ વીડિયો...

By

Published : Oct 24, 2019, 11:15 AM IST

પાટણ: રાધનપુર પેટા ચૂંટણીમાં થયેલ મતદાનની ગણતરી કતપુર સરકારી એન્જીનિયરિં ખાતે શરૂ કરવામાં આવી છે. તમામ મત ગણતરી 24 રાઉન્ડમાં પૂર્ણ થશે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેતા રાધનપુરની પેટા ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં કોંગ્રેસમાંથી રઘુભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ભાજપમાંથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવતા આ ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો. મતદાનમાં 2,69 મતદારો માંથી 62.95 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે મતગણતરી સરકારી એન્જીનિયરીગ કોલેજ કતપુર ખાતે શરૂ કરવામાં આવી છે. 15 ટેબલો પર મતગણતરી કરવામાં આવી રહી છે. 24 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે. મતગણતરીમાં એક માઈક્રો ઓબઝર્વર અને એક કાઉન્ટીગ સુપરવાઈઝર સહિત 200 જેટલા કર્મચારીઓ મત ગણતરીની કામગીરીમાં જોડાયા છે. પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ 880 મતોથી આગળ છે.

ABOUT THE AUTHOR

...view details