મહુવા દરિયાકાંઠે તમામ સાધનો સાથે NDRFની 2 ટીમ તેનાત - Bhavanagar
ભાવનગરઃ 'વાયુ' વાવાઝોડુ મહુવા દરિયાકાંઠાના 13 ગામોને પ્રભાવિત કરી શકે તેવી આગાહીને પગલે અહીંના લોકોને અન્યત્ર ખસેડી જેવામાં આવ્યા છે અને NDRFની 2 ટીમ ખડે પગે રાખવામાં આવી છે. હાલ વાવાઝોડું અન્યત્ર ફંટાય રહ્યું છે, છતાં પણ પવનની ગતિ વધે કે,તમામ સંશાધનો સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ ખડે પગે તૈયાર છે. મહુવાના ગઢડાનો દરિયો હાલ ભારે પવનને લઈ ઉછાળા મારી રહ્યો છે અને 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. જ્યારે થોડા થોડા સમયના અંતરે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે.