ભાજપે તમામ વર્ગનો વિકાસ કર્યો: પુરુષોત્તમ રૂપાલા - Union Minister Purushottam Rupala
મોરબીઃ માળિયા વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જીતવા ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ મેદાને ઉતારી છે. ત્યારે મંગળવારે માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત સાંસદ મોહન કુંડારિયા, રાઘવજી પટેલ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં કેન્દ્રીય પ્રધાન રૂપાલા કોંગ્રેસ પર વરસ્યા હતા અને કહ્યું કે, રાજીવ ગાંધી કહેતા કે એક રૂપિયો કેન્દ્ર મોકલે તો 15 પૈસા જ પહોંચે છે, જયારે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં એક રૂપિયો મોકલે તે એક રૂપિયો નાગરિકો સુધી પહોંચે છે. કેનાલ હોય કે ખેડૂતોના હિતના કામો હોય ભાજપ સરકારે તમામ વર્ગનો વિકાસ થાય તેવા કામો કર્યા છે.