જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
રાજકોટ: આજથી એટલે કે સોમવારથી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા રૂપિયા 1055ના ટેકાના ભાવે મગફળીનાં ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 22 કેન્દ્ર પર સોમવારે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર માટે નોંધણી પ્રક્રિયા 1 ઓક્ટોબરથી 20 ઓકટોબર સુધીની રાખવામાં આવી હતી. ત્યારબાદ 21 ઓક્ટોબરથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ હવામાન વિભાગ દ્વારા કરાયેલી વરસાદની આગાહીને પગલે આ ખરીદી પ્રક્રિયા મોકૂફ રાખી 21 ઓક્ટોબરને બદલે 26 ઓક્ટોબર એટલે કે સોમવારથી શરૂ કરવામાં આવી છે. પરંતુ જેતપુર માર્કેટયાર્ડ ખાતે બિન અનુભવી અધિકારીઓને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.