ભરૂચની જંબુસર ચોકડી પર રસ્તાના પ્રશ્ને ફરી એકવાર રસ્તા રોકો આંદોલન - ચીફ ઓફિસર
ભરૂચઃ શહેરની જંબુસર ચોકડી પર માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા સ્થાનિકો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો.આ બાદ સ્થાનિકોએ નગર પાલિકા કચેરી ખાતે પણ હલ્લો મચાવ્યો હતો અને ચીફ ઓફિસર સંજય સોનીને ઉગ્ર રજૂઆત કરી હતી.ચીફ ઓફિસરે પ્રશ્નના નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.